
આપણા પ્રાચીન ભારતીય રીત રિવાજો અનુસાર અનેક સંસ્કાર વિધિ જોવા મળે છે, જેમાંથી એક છે ચૌલક્રીયા. આ પ્રસંગમાં બાધા રાખનારા માતા પિતા પોતાના દીકરાનું મુંડન કરાવતા હોય છે.
લગ્નની જેમ જ પુરા ધૂમધામથી આ અવસરને ઉજવવામાં આવે છે. પુત્રના જન્મથી પરિવારમાં જે આનંદ આવે છે તેને લોકો આ રીતે સંસ્કાર વિધિ કરાવતા હોય છે. આ પ્રસંગ દરમિયાન આમંત્રણ કે નિમંત્રણ પત્રિકાઓ પણ છપાવવામાં આવતી હોય છે.
આવી પત્રિકાઓમાં ટહુકાનું એક વિશેષ સ્થાન હોય છે. દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે તેઓની પત્રિકામાં ખુબ જ સારો ટહુકો હોય. તેથી આજની આ પોસ્ટમાં અમે તદ્દન નવા અને મજાના ટહુકાઓને દર્શાવ્યા છે.
50+ બાબરી નો ટહુકો ગુજરાતીમાં
મુંડન વિધિ માટેની પત્રિકાઓમાં તમે નીચે દર્શાવેલા ટહુકાઓને લખી શકો છો. આજના સમયમાં આવા ટહુકાએ લોકો ખાસ પોતાની પત્રિકાઓમાં છપાવવા માંગતા હોય છે.
તો આવો જાણીએ એવા મજેદાર ટહુકાઓ વિશે 😍
તો કુદરતની કૃપા છે પણ છે પ્યારી
અતિ આનંદ છે અમોને
કે અમે રાહ જોઈ રહ્યા છે તમારી
તો મારા ભાઈની બાબરીમાં જલુલથી આવજો
હો, કે…..💖😻🙏🙏
મમ્મી ચૂમે તેરે ગોરે ગોરે ગાલ
અબ તો લેને પડેંગે તેરે બાલ 😁😁
तब हम बन जायेगे तेरी ढाल
તો મારા ભાઈના ટકલામાં ટપલી મારવા જરૂરથી આવજો…..😂😂😀
તમારા વગર ખુશી અધુરી લાગે છે,
આવે છે મને તમારી રેહવાની આહટ.
મહેરબાની કરીને આ પ્રસંગે જોડાવા જરુર,
તમારા આત્મિયતાથી પ્રસંગ થશે ભરપુર!
આવો તમે પણ સ્નેહથી
મળવાની જોઈએ છે અમે રાહ
તો આવો તમે જરૂરથી
જોવે છે વાત તમારી સ્નેહી જનો
ખુબ જ મનની કહું છું….❤
તમારા વગર અધૂરો છે અમારો પ્રસંગ
તો તમે જરૂર આવજો
પ્રેમની લાગણીઓ તો ક્યારેય ના છૂટે
આવીને અવસરમાં આશીર્વાદ આપી જાવ
💟….એ જ અમારી ઈચ્છા છે….💟
અમે રાહ જોઈ રહ્યા છે, આવજો અમારું મકાન શણગારીને.
ખુશીઓના દીપ છે ઘરમાં સળગ્યા.
આવો અમારા આંગણે, આવો અમારા દ્વાર,
તમારા સ્વાગત માટે અમે ઊભા છીએ તૈયાર.
આ ઘર તમારું છે, રહો તમે બેફિકર.
પ્રેમની પાંખડીઓથી કરીએ વધામણા,
તમારા આગમનથી ઘર થયું મહેકતું.
ચંદ્ર જેવી શીતળતા લઈને આવ્યા છો.
અમારા ઘરની રોનક વધી ગઈ છે,
તમારા સ્વાગત માટે દીવા પ્રગટ્યા છે.
બાળકો માટે બાબરી નો ટહુકો
આમંત્રણ અથવા નિમંત્રણની પત્રિકામાં લખાયેલા ટહુકા ખાસ કરીને બાળકોને કેન્દ્રમાં રાખીને લખાયેલા હોય છે. તેથી અમે બાળકો માટેના મજેદાર ટહુકાઓને નીચે દર્શાવ્યા છે.
નાના મોટાનો મેળો આવે છે 🎪
આનંદનો ખજાનો લાવે છે 🎮
આવજો તમે બધા સાથે મળીને ✨
આનંદનો તહેવાર ઉજવીએ હસીને 🎈
તો અમારા ભાઈની ચૌલક્રીયામાં જરૂર પધારો
નાનકડા પરીઓ અને રાજકુમારો 👸 🤴
તમારી રાહ જુએ છે આંગણું અમારું 🏡
રંગબેરંગી ફુગ્ગાઓ અને મીઠાઈઓ સાથે 🎁
તમને આમંત્રણ આપીએ પ્રેમ સાથે ❤️
તો આવવા વિનંતી
મસ્તી કરીશું, ગીત ગાઈશું 🎵
ડાન્સ કરીને ધમાલ મચાવીશું 💃
કેક કાપીશું, ગેમ્સ રમીશું 🎂
યાદગાર પળો સાથે માણીશું 🌟
પ્લીઝ તમે આવજો
તોફાની ટપુડો કહે છે 🌟
જલ્દી જલ્દી આવી જજો પ્રેમનો ખજાનો ખુલ્યો છે 🎁
તમારો હિસ્સો લેવા આવી જજો
તો મારા ભાઈના બાબરીમાં આવવા વિનંતી કરશોજી
ટ્રેન જેવી લાઇન બનાવીશું 🚂
રિંગ રિંગ રોઝા રમીશું 💫
મમ્મી-પપ્પા સાથે આવજો 👨👩👧👦
સૌ સાથે મળી ધમાલ કરીશું 🎪
રંગીન પતંગિયા જેવા બાળકો 🦋
આવજો તમે ઉડતા ઉડતા
કલર-કલરના કપડાં પહેરીને 👕👖
મળીશું આપણે હસતા હસતા
ડોરેમોનની જેમ જાદુઈ 🤖
પોકેમોનની જેમ મજેદાર 🎮
આવી રહી છે એક પાર્ટી 🎉
જે બનશે યાદગાર ⭐
પિઝ્ઝા, બર્ગર, અને પાસ્તા 🍕🍔
સમોસા, પાણીપુરી ને વડા 🥪
મીઠાઈઓનો મેળો આવશે 🍪
ખાવા-પીવાની મજા પડશે 😋
તો આવવાનું બિલકુલ ના ભૂલતા
મ્યુઝિક ચાલશે ધમાકેદાર 🎵
ડાન્સ ફ્લોર પર થશે ધમાલ 💃
ગેમ્સ રમીને ઇનામ જીતીશું 🏆
યાદગાર બનશે આ ખાસ દિવસ 🌟
કેન્ડી ફ્લોસના વાદળ બનશે 🍭
પોપકોર્નનો વરસાદ થશે 🍿
ચોકલેટ ફાઉન્ટેન આવશે 🍫
મીઠી મીઠી યાદો બનશે 💝
મહેમાનો માટે બાબરી નો ટહુકો
ખાસ કરીને મહેમાનોને આમંત્રણ આપવા માટે જ પત્રિકાઓ છપાવવામાં આવતી હોય છે. તેથી તમારા મહેમાનોને ખાસ રસ પડે અને મજાનો અનુભવ થાય તેવા ટહુકાઓને અહીં દર્શિત કરવામાં આવ્યા છે.
આજે આંગણે પધારો છો પ્રેમથી,
અમે વધાવીએ તમને હેતથી.
ફૂલોની પાંખડીએ કરીએ સ્વાગત,
દિલના દ્વારે તમે છો અતિ અગત્ય.
આ આંગણું તમારા પગલે પાવન થયું,
ઘર આખું તમારા આગમને મહેકી ગયું.
પ્રભુએ મોકલ્યા મહેમાન તમને ખાસ,
અમે તો સદ્ભાગી બન્યા આજ.
આવો આવો મારા આંગણે,
સ્વાગત કરું હું ખુલ્લા મને.
મહેમાન તમે દેવ સમાન છો,
ઘરની શોભા, ઘરની શાન છો.
આભ આખું ઝૂકી આવ્યું છે આજ,
તમારા આગમનનો લઈને સાજ.
ખુશીઓની વર્ષા થઈ રહી છે,
હૈયું હરખથી નાચી રહ્યું છે.
દીપક બની તમે પધાર્યા છો દ્વાર,
ઉજાસથી ભર્યું આંગણું અપાર.
દુઆઓની વર્ષા કરે આ આંગણું,
સ્વાગત કરે છે દિલ આ તમારું.
આવકાર છે તમને અમારે આંગણે,
પ્રેમની પાંખડીઓ પથરાઈ છે અહીં.
તમે આવ્યા ને ઘર થયું રોશન,
ખુશીઓના દીપ પ્રગટ્યા અહીં.
તમારા પગલે અમારા આંગણે,
ખુશીઓનો મેળો ભરાયો છે.
સ્વાગતના ફૂલ વેર્યા છે અમે,
હૈયાનો હરખ છલકાયો છે.
મહેમાન બનીને આવ્યા છો આજ,
માલિક બનીને રહેજો તમે.
અમારું ઘર તમારું ઘર છે,
સંકોચ વિના રહેજો અહીં.
આજ ઘડી ધન્ય બની ગઈ છે,
તમારા આગમનથી રોશન થઈ.
આવો બેસો આરામથી અહીં,
અમે તો ધન્ય થયા છીએ આજથી.
મારા આંગણાની તમે શોભા છો,
મારા ઘરના તમે દીવા છો.
તમારા વિના અધૂરું હતું આંગણું,
આજે પૂર્ણ થયું છે સપનું.
તદ્દન નવો મીઠો ટહુકો
અત્યારના સમયમાં પ્રકાશકો જાત ભાતના ટહુકાઓ પ્રદર્શિત કરતા હોય છે. તેથી લોકો અવનવા ટહુકાઓ જાણવા માંગે છે. જેથી તેઓની પત્રિકાઓમાં અલગ પ્રકારના મીઠા ટહુકા ઉમેરાય.
નવા મહેમાન છે આજે આંગણે પધાર્યા,
ખુશીઓના દીપ છે ઘરમાં સળગ્યા.
આવો અમારા આંગણે, આવો અમારા દ્વાર,
તમારા સ્વાગત માટે અમે ઊભા છીએ તૈયાર.
પ્રેમના હીંચકે ઝૂલીને શું તું મને ભૂલી તો નહીં જાય ને,
વર્ષોથી જાળવ્યો છે હેત તમારા માટે…..!!!
શું તું આવવાનું ભૂલી તો નહિ જાય ને 👀💓
❤દિલથી દિલ મળ્યા ત્યારે મેં તમને યાદ કર્યા હતા
સ્નેહ જયારે સ્નેહથી મળે ત્યારે મેં તમને યાદ કર્યા હતા
કેવી રીતે ભૂલી જઇયે તમને….
તમે તો દિલના ઊંડાણમાં સમાયેલા છો
તો ભૂલ્યા વગર બાબરીમાં જરૂર આવજો ❤
નાનો રાજકુમાર છે બહુ જ ક્યૂટ
તમે નહીં પધારો તો એ થઇ જશે મ્યુટ
તો ચાલો ઝટપટ આવી જાઓ બધા 😘😍😁😁
પ્રેમ તો છે બધાના દિલમાં પણ દેખાડતા નથી
આવા પ્રસંગે પધારીને બાળકને
હૈયાથી આશીર્વાદ આપજો જરૂર
અમારા પ્રસંગમાં આવનારા લોકો માટે
અમે ફૂલ જ પાથરીએ છે 🌸🌸🌸
તો આવવા વિનંતી છે તમને.
અમે જેને બોલાવીએ છે એ બહુ ખાસ હોય છે
એટલે જ અમારા દિલને એમના આવવાની આસ હોય છે ❤
તમારા આગમનથી આ સ્થાન ઉજ્જવળ બન્યું,
આવું જ કોઈ બહાનું લઈને આવતા રહેજો,
અમારા ઘરમાં આપનું સ્વાગત છે,
અમે યુગોથી તમારી રાહ જોતા હતા.
આજે મારા ગરીબ રસોડામાં એક મિત્ર આવ્યો છે,
તને બોલાવવા માટે મારા હૃદયમાંથી અવાજ આવ્યો.
સ્વાગત મિત્ર! 🙏🙏🙏
મિત્રો જેના કારણે મારા ચહેરા પર ખુશી છે,
તે મિત્રોનું મારા ઘરે હંમેશા સ્વાગત છે.
બાબરી આમંત્રણનો ટહુકો ગુજરાતીમાં
ગુજરાતના અનેક સમાજોમાં બાબરી વિધિને ખુબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે. લોકો પોતાની કુળદેવીની માનતા રાખીને આ પ્રસંગને પૂર્ણ કરતા હોય છે. આમાં આમંત્રણ માટેના ટહુકાઓ નીચે મુજબ આપવામાં આવેલા છે.
ફૂલ નથી ભૂલતું ખીલવાનું 🌹🌺🌻
તો તમે પણ નહીં ભૂલો મારા ભાઈની
બાબરીમાં પધારવાનું 🙏
આજે પવન મધમસત ફૂલે મહેક લાવી છે,
હૃદયમાં આનંદની હરિયાળી છે.
આવજો તું પણ, મારે આ પ્રસંગે ખાસ,
તમારા મિલનની છે આસ
તો અમારા પ્રસંગમાં જરૂર આવજો
પણ બધા કરતા એ પ્યારો છે
તમે પણ એને મળીને ખુશ થઇ જાસો
તો તેને આશીર્વાદ જરૂર આપી જજો💗
આવવાનું ના ભૂલતા
મારા ભાઈના ટકલાને જોવા જરૂરથી પધારજો 😂
રમતિયાળ છે, પણ સહુનો લાડકો છે…
આવા વ્હાલા દીકરાને અંતરાત્માથી આશીર્વાદ આપવા
સહ પરિવાર સાથે આવજો હો, કે….😀😀
આવીને તો જોવો તમારા કદમોમાં ફૂલ પાથરી દઇશુ
અમારા રૂડા અવસરોમાં પધારવા તમામને વિનંતી 🙏
💜💜…તો આપણે કેમ છે દૂર..💜💜
💜💜.. રૂડા અવસરોમાં તો આવી જાવ હવે..💜💜
💜💜.. ભૂલીને બધા મનમેળ ..💜💜
તમારા માટે લાવ્યા છે જાતભાતના પકવાનો
ફૂલો લઈને રાહ જોવે છે યજમાનો
તો …..તારીખે જરૂર આવી જજો 😻
સચ્ચાઈને એક સાચી મુરત છો તમે
તમારા વિના અધૂરો છે અમારો અવસર
અમારા માટે ખાસ સ્નેહીજન છો તમે 💚💚
કે ચારે તરફ ચાંદ તારા 🌟🌙 આવી ગયા
એમને જોઈએ સહુ આનંદિત થઇ ગયા
એવા અમારા મહેમાન તમે છો ☆☆
ચૌલક્રીયા (બાબરી) વિશે માહિતી
ચૌલક્રિયા (ચૂડાકર્મ અથવા મુંડન સંસ્કાર તરીકે પણ ઓળખાય છે) એ હિંદુ સંસ્કાર છે, જે બાળકના જીવનમાં મહત્વપૂર્ણ ઉછેર અને આધ્યાત્મિક પદાર્થમાંનું એક છે. આ ક્રિયા સામાન્ય રીતે બાળકના પ્રથમ વાળ મુંડાવવાની વિધિ સાથે સંકળાયેલી હોય છે.
ચૌલક્રિયાનું મહત્વ
- શુદ્ધિ: વાળ મુંડાવવાથી શરીર શુદ્ધ થાય છે અને બાળક નવી શરૂઆત માટે તૈયાર થાય છે.
- આધ્યાત્મિકતા: આ વિધિ માનવામાં આવે છે કે પૂર્વજન્મના સંસ્કારો દૂર કરે છે અને નવા જીવન માટે શ્રેષ્ઠ ભાવનાઓ વિકસાવે છે.
- કાયમી સ્વાસ્થ્ય: માન્યતા છે કે વાળ મુંડાવવાથી ત્વચા આરોગ્યમય રહે છે અને મગજની વૃદ્ધિમાં મદદ કરે છે.
ચૌલક્રિયાનો સમય
- આ વિધિ સામાન્ય રીતે બાળકના 1 વર્ષથી 5 વર્ષની વયે કરવામાં આવે છે.
- શ્રેષ્ઠ દિવસ માટે પંચાંગ પ્રમાણે શુભ મુહૂર્ત પસંદ કરાય છે.
વિધિ મંદિરમાં અથવા વિશેષ સ્થળે
- પૂજા અને હવન દ્વારા વિધિ શરૂ થાય છે.
- પંડિત શ્રી મંત્રોચ્ચાર સાથે મુંડન વિધિ કરાવે છે.
વાળનું સંકલન
- મૂંડનની પ્રક્રિયા બાદ વાળ નદીમાં વહાવવામાં આવે છે.
- આ સિવાય તેને પવિત્ર સ્થળે ચઢાવવામાં આવે છે.
આશીર્વાદ
- વિધિ પછી પરિવારના સભ્યો બાળકને આશીર્વાદ આપે છે.
- આમ તેને લોકો તરફથી અનેક શુભેચ્છાઓ મળતી હોય છે.
માન્યતા
- માનવામાં આવે છે કે આ વિધિથી નકારાત્મક ઊર્જાઓ દૂર થાય છે અને જીવનમાં સારું સુખ અને સમૃદ્ધિ આવે છે.
આશા કરુ છુ બાબરીના ટહુકા વિશેની તમામ જાણકારી આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સુધી પહોંચાડવા માટે પણ વિનંતી